ગુજરાત
News of Friday, 13th July 2018

રાજ્યમાં સીટો ભરવા એન્જિનિયરિંગ કોલેજો આપે છે લલચામણી ઓફર

 

અમદાવાદ :ગુજરાતમાં આવેલી વિવિધ એન્જીનિયરિંગ કોલેજોની 64 ટકા બેઠકો ખાલી રહેતા AICTE તાળા મારે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાર્થીઓને આકર્ષવા વિવિધ એન્જીનિયરિંગ કોલેજો કોલરશિપના નામે ફીમાં ઘટાડો, પહેલા સેમેસ્ટરની ફી માફી, ફ્રી લેપટોપ્સ, ટ્રાન્સપોર્ટેશન અને હોસ્ટેલનો અડધો ખર્ચ અને જે બધી ફી પહેલા ભરી દે તેમને ચાર વર્ષના કોર્ષને અંતે ટુ-વ્હીલર ફ્રી આપવાની લાલચ આપી રહી છે.

(12:45 am IST)