ગુજરાત
News of Friday, 13th July 2018

અમદાવાદમાં એક શખ્સે એક મહિલાને સ્ત્રી બિજ માટે શિકાર બનાવીઃ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધોની વીડિયો ક્લીપના આધારે રૂપિયા ૧૦ લાખની માંગણી કરીને બ્લેકમેઇલીંગ

અમદાવાદઃ અમદાવાદના અરમાઇવાડી વિસ્તારમાં એક શખ્સે એક મહિલાને સ્ત્રી બિજ અંગે પોતાનો શિકા બનાવી હતી. આ શખ્સ મહિલા પાસેથી એક નહીં બે નહીં પરંતુ 65 વખત સ્ત્રી બીજ ડોનેટ કરાવ્યા હતા. એટલું જ નહીં આરોપીએ એકવાર મહિલાને સરોગેટ મધર પણ બનાવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સખ્શે મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેનો તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેના આધારે આ શખ્સ મહિલાને બ્લેકમેઇલ કરતો હતો. આરોપીએ બનાવેલા શારીરિક સંબંધોની વીડિયો ક્લિપના આધારે મહિલા પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરીને બ્લેકમેઇલ કરતો હતો.

આરોપી શખ્સ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને તેની વીડિયો ક્લિપના આધારે રૂ.10 લાખની માગણી કરતો હતો. તે રોજે રોજ થેને બ્લેકમેઇલ કરીને પોતાનું કામ કઢાવતો હતો. જો રૂપિયા નહીં આપે તો તેનો આ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. આમ આરોપીથી કંટાળીને મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.

(5:51 pm IST)