ગુજરાત
News of Friday, 13th July 2018

સુરતમાં ખાનગી શાળાના બાળકનો બે અજાણી મહિલાઓ દ્વારા અપહરણનો પ્રયાસઃ બસ ચાલકે બાળક આપવાની ના પાડતા અપહરણ થતા રહી ગયુ

સુરતઃ સુરતના વેસુમાં આવેલ વીઆઇપી રોડ પર બસ ચાર રસ્તા પાસે બાળકને સ્ટોપેજ પર છોડવા આવી હતી. તે દરમિયાન બે અજાણી મહિલાઓ ત્યા આવી ચઢી હતી અને બાળકને લઇ જવા માંગ કરી હતી. જો કે ત્યાં કોઈ સ્ટોપેજ ન હોવાના કારણે બસના ચાલકે બાળકને આપવાની મનાઈ કરી દીધી હતી. ત્યારબાદ બસચાલક અને મહિલાઓ વચ્ચે રકઝક થઇ હતી. ત્યારે અજાણી મહિલાઓ એવુ કહી રહી હતી કે બાળકના માતા-પિતાએ લેવા મોકલ્યા છે બાળકને આપો, પરંતુ બસ ચાલકે બાળક આપવાની મનાઈ કરી હતી. શાળાના બસ ચાલકની સમયસૂચકતાથી બાળકનો બચાવ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ ગઇ છે અને આ મહિલાઓ ક્યાથી આવી અને ક્યા શહેરની રહેવાસીઓ છે તેને શોધવા તપાસ તેજ કરવામાં આવી છે.

(5:48 pm IST)