ગુજરાત
News of Sunday, 13th June 2021

કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો: સુરતથી નવસારી જઈ રહેલ હાઈવે પર વાહનો જે માણસોને ઢોરની જેમ બેસાડી રહ્યા છે :કોરોના ને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે

હજું કોરોના ગયો નથી સાવચેતી ભૂલીશું તો કોરોનાનો ભોગ બનીશું: પોલીસ તંત્ર આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

(કાર્તિક બાવીશી દ્વારા )સુરતથી નવસારી જતા રોડ પર તસ્વીરમાં જોઈ શકો છો કે વાહનો ખુલ્લેઆમ કોરોનાની ગાઇડ લાઇન નું પાલન નથી કરી રહ્યા શું કોરોના સામે આમ જંગ જીતીશું  એ પ્રશ્ન ઊભો થાય છે આવા ચાલક વિરુદ્ધ પોલીસે કડક માં કડક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે હાઈવે પર ઇકો કાર ચાલકો પણ બેફામ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેથી પોલીસ હવે લાલ આંખ કરવી જરૂરી બની છે

(7:04 pm IST)