ગુજરાત
News of Sunday, 13th June 2021

ગુજરાતના રાજકારણમાં મોટી હિલચાલ : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમ સાંભળી શકે છે કોંગ્રેસના કંપેઇનની કમાન

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આપ્યા સંકેત: નિર્ણય હાઇકમાન્ડ લેશે

ગુજરાત કોંગ્રસમાં હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી થાય તેવી વર્તાઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં પ્રશાંત કિશોરની ટીમને ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન મળી શકે છે, 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વ્યુહરચનાકાર તરીકે પ્રશાંત કિશોરની એન્ટ્રી થવા જઈ રહી છે જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે પ્રશાંત કિશોરને લઈ હાઈકમાન્ડ નિર્ણય લેશે, પ્રશઆંત કિશોર આવે તો તેમનું સ્વાગત છે તેમજ પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાશે તો કોંગ્રેસને ફાયદો થશે તેવું કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું હતું

રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોરશોરથી તૈયારી ચાલુ કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસે પણ તડામાર તૈયારી ચાલુ કરી છે. આ વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે. જે અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સંકેત આપ્યા છે.

આ પેહેલા પ્રશાંત કિશોરે એનસીપી પ્રમુખ શરદ પવાર અને રાજનિતીના રણનીતિકાર પ્રશાંત કિશોરની મુલાકાત થઈ હતી, ત્યાર બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. તેવું માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંતે પવારની સામે દેશભરના રાજનિતી પક્ષોના આંકડાઓ સામે રાખ્યા હતા. બીજી તરફ એ પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશના અલગ અલગ રાજ્યોનાં બીજેપી વિરોધી દળોને એક મંચ પર લાવવાની ચર્ચા શરૂ થઈ હતી.

(6:18 pm IST)