ગુજરાત
News of Sunday, 13th June 2021

અમદાવાદમાં માસ્‍કના દંડ પ્રશ્‍ને બે લોકોએ હોમગાર્ડ સાથે ઝપાઝપી બાદ જવાનની વર્દી ફાડી નાંખી

એકટીવા ચાલકોએ પોલીસને પણ ધમકી આપી

અમદાવાદઃ ઇસનપુરમાં બે શખસોએ ફરજ પરના પોલીસ સાથે ઝઘડો કરી એક હોમગાર્ડની વર્ધી ફાડી નાંખીના ઘટના નોંધાઇ છે. ઇસનપુર ચાર રસ્તા પર માસ્ક પહેર્યા વગર એક્ટિવા પર જતા બે શખસોને પોલીસે રોકી દંડ ભરવાનું કહેતા બંન્ને ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથે ઝઘડો કરી વર્ધી ઉતારવાની ધમકી હતી. દરમિયાનમાં એક હોમગાર્ડ જવાન તેમને પકડતા તેની વર્ધી ફાડી નાખી હતી.

આ અંગે ઈસનપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા માસ્કના દંડ માટે ટાર્ગેટ આપતા સ્થિતિ વારંવાર બગડતી હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આઈએસઆઈ અમરતભાઈ તેમના સ્ટાફ સાથે રાત્રિના સમયે ઈસનપુર ચાર રસ્તા પાસે માસ્ક નહીં પહેરનાર સામે દંડનીય કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન એક એક્ટિવા પર બે શખ્સો ત્યાં આવ્યા હતા જેમણે માસ્ક પહેર્યા ન હોવાથી પોલીસ સ્ટાફે તેમને પકડીને માસ્ક ન પહેર્યો હોવાથી રૂ.1 હાજરનો દંડ માંગ્યો હતો.

આ બંન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મીઓ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન અચાનક બે શખ્સો પૈકી એકે પોલીસને ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. જેથી આ બંન્નેને ગાડીમાં બેસાડવા માટે પકડ્યા ત્યારે બંન્નેએ પોલીસને ધમકી આપી હતી કે તમારા બધાની વર્ધી ઉતારાવી નાખીશુ. તે સાથે હોમગાર્ડ જવાનની વર્ઘી પકડી ને ફાડી નાખી હતી.

જેથી આ બંન્ને શખ્સોને પકડી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. બાદમાં નામ ઠામ પુછતા બંન્ને એ પોતાના નામ મોહિત જયસ્વાલ અને રાહુલ શર્મા જણાવ્યું હતું. જેથી ઈસનપુર પોલીસે બંન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

ઇસનપુર પોલીસ લોકોને રોકી રાત્રે પણ મહિલાઓને પણ પરેશાન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આ અંગે ઉચ્ચ અધિકાતીઓને પણ ફરિયાદો કરવામાં આવી છતાં શહેરના ઉચ્ચ અધિકારી સાથે સારા સંબંધો હોવાના કારણે ઇસનપુર પોલીસ સામે કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

(4:10 pm IST)