ગુજરાત
News of Thursday, 13th June 2019

અમીરગઢના ગંગાસાગર નજીક ટાયર ફાટતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી

તમામ ઈજાગ્રસ્તોને 108ની 3 ટીમ દ્વારા પાલનપુર ખસેડાયા

 

અમીરગઢના ગંગાસાગર નજીક બ્રહ્માકુમારી સંસ્થાની ખાનગી એમ્બ્યુલન્સ ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી.

  અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108ની 3 ટીમ દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

(12:32 am IST)