ગુજરાત
News of Thursday, 13th June 2019

વાયુ વાવઝોડાનાં કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારમાં એક હજારથી વધુ વીજ ફીડરો બંધ પડ્યા

વીજ કંપનીની 632 ટિમો કામે લાગી : ૮૭૦ ફીડરો તાબડતોબ દુરસ્ત કરાયા

 

અમદાવાદ : વાવાઝોડાના કારણે ઊર્જા મંત્રી સૌરભ પટેલે વાવાઝોડામાં પીજીવીસીએલની કામગીરી અંગ સમીક્ષા કરી હતી. વાયુ વાવાઝોડાના પ્રકોપને કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમા હજાર એક વીજ ફીડરો બંધ પડી ગયા હતા.

  વીજ કંપનીની કુલ ૬૩૨ ટીમો યુદ્ધના ધોરણે વીજળી પુનઃવત કરવા કામે લાગી હતી. પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮૭૦ ફીડરો તાબડતોબ દુરસ્ત કરવામાં આવ્યા હતા. વાવાઝોડાની સ્થિતિમાં શેલ્ટર હોમમાં રહેલા લોકો માટે ફૂડ પેકેટ્સ આપનારી સંસ્થાઓની કામગીરીને ઊર્જા મંત્રીએ બિરદાવી હતી.

  વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, ચોરવાડ, કેશોદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કોડીનાર, રાજુલા, મહુવા, મુન્દ્રા અને માંડવીને ખાસ અસર પહોંચી હતી.

(11:12 pm IST)