ગુજરાત
News of Thursday, 13th June 2019

રાજ્યના 28 તાલુકામાં વરસાદ: 12 તાલુકાઓમાં એક ઈંચથી વધુ :16 તાલુકામાં અડધો ઇંચ વરસાદ

 

અમદાવાદ : વાયુ વાવાઝોડાને કારણે રાજ્યના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 12 તાલુકાઓમાં એક ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો હતો.  

  સૌરાષ્ટ્રના જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળામાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત ભાવનગર, વલભીપુર સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 16 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

(10:23 pm IST)