ગુજરાત
News of Thursday, 13th June 2019

કઠલાલમાં રિક્ષામાં લઇ જવાતો 250 કિલો ગૌમાંસનો જથ્થો પોલીસ બાતમીના આધારે ઝડપ્યો: બે શખ્સો રફુચક્કર

કઠલાલ: શહેરમાં આવેલ કસાઈવાડા વિસ્તારમાં ગૌમાસનું કટિંગ થતું હોવાની માહિતી કઠલાલ પોલીસને મળતાં પોલીસની ટીમે દરોડો પાડતાં જાકીરમીયાં નબીમીયાં કુરેશી (રહે.ખાટકીવાડ, કઠલાલ) અને હિંમતસિંહ ઉર્ફે કાળીયો મોહબ્બતસિંહ ચૌહાણ (રહે.ચૌહાણપુરા, કઠલાલ) એક સીએનજી રીક્ષા નં જીજે ૦૭ વાયઝેડ ૫૦૫૭ માં ગૌમાંસ ભરતાં હતાં. જો કે પોલીસને જોઈ તેઓ બંને રીક્ષા તેમજ ગૌમાંસ ત્યાં જ મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે રીક્ષામાં ચેકિંગ કરતાં તેમાંથી પ્લાસ્ટીકના મીણીયામાં ૨૫૦ કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો કિંમત રૂ.૧૨,૫૦૦ નો મળી આવ્યો હતો. પોલીસે સીએનજી રીક્ષા કિંમત રૂ.૬૦,૦૦૦ મળી કુલ રૂ.૭૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ભાગી છુટેલ જાકીરમીયાં નબીમીયાં કુરેશી અને હિંમતસિંહ ઉર્ફે કાળીયો મહોબ્બતસિંહ ચૌહાણ સામે પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫,૬,૮,૧૦ પ્રાણી ક્રુરતા નિવારણ નિયમ ૨૦૦૧ ની કલમ ૩ તથા પશુ પ્રત્યે ઘાતકીપણા અટકાવવાની કલમ ૧૧(એલ) અને પશુ સંરક્ષણ સુધારણા એમેન્ડ બિલ ૨૦૦૭ ની કલમ ૬(એ)૬(બી)૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:30 pm IST)