ગુજરાત
News of Thursday, 13th June 2019

કલોલમાં ટાઉન હોલ પાછળ આવેલ હનુમાનજીના મંદિર નજીક ગંદકીનો સામ્રાજ્ય: લોકોને જવા આવવામાં મુશ્કેલી

કલોલ:કલોલમાં જૂના ટાઉન હોલની પાછળ આવેલા છબીલા હનુમાનજીના મંદિરે જવાના રસ્તે ગંદકીના ઉકરડાનું નિર્માણ થયું છે. કચરો એટલી હદે વધી ગયો છે કે લોકોને ફરજિયાત મોઢે રૂમાલ બાંધી કચરા ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી છે. જેથી મંદિરે જતા ભાવિક ભક્તોમાં પણ રોષ ફાટયો છે.

કલોલમાં જુના ટાઉનહોલની પાછળથી છબીલા હનુમાનજીના મંદિરે જવાનો રોડ છે. જો કે છેલ્લા ઘણા સમયથી અહીં ગંદકીના ઉકરડાનું નિર્માણ થયું હોવાથી લોકોમાં રોષ છે. રોડ જાણે કે નગરપાલિકાની ડમપિંગ સાઇટ હોય તેમ અહીં કચરો ઠાલવવામાં આવે છે

(5:28 pm IST)