ગુજરાત
News of Thursday, 13th June 2019

વડોદરામાં જનસેવા કર્મચારીઓને 6 મહિનાથી પગાર ન મળતા હડતાળ પર: અરજદારોને હાલાકી

વડોદરા: શહેરમાં નર્મદા ભવન ખાતે આવેલ જનસેવા કેન્દ્રના કર્મચારીઓ છેલ્લા મહિનાથી પગાર નહીં મળતા અચાનક હડતાળ પર ઉતરી જતા હજારો લોકોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે.

શાળા તેમજ કોલેજમાં અત્યારે પ્રવેશ મેળવવાની કાર્યવાહી ચાલે છે અને તે માટે આવકનો દાખલો સહિતના દસ્તાવેજની જરૂર પડતી હોય છે ત્યારે જન સેવા કેન્દ્રના કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી પગાર નહીં મળતા આજે અચાનક હડતાળ પર ઉતરી ગયા છે.

(5:26 pm IST)