News of Thursday, 13th June 2019
વડોદરાના સમા વિસ્તારમાં નંબર વગરની કાર સાથે પોલીસે બે યુવકોની સમા વિસ્તારમાંથી ધરપકડ કરી
વડોદરા:શહેરના સમા વિસ્તારમાંથી પોલીસે નંબર વગરની કાર સાથે ઝડપી પાડેલા બે યુવકો પાસે કારની માલિકીને લગતી કોઈ માહિતી નહીં મળતા બંનેને અટકાયત કરી પુછપરછ હાથ ધરાઈ છે.
સમા હનુમાનજીના મંદિર પાસે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર વગરની કાર લઈ જતા બે યુવકોને પોલીસે અટકાવ્યા હતા. આ પૈકી એકનું નામ સચિન બીરબલ સિંહ ચૌધરી અને બીજાનું નામ અશોક તારાચંદ જાટ બંને રહે. જજનું, રાજસ્થાન હોવાનું ખુલ્યું હતું.
(5:25 pm IST)