News of Thursday, 13th June 2019
વડોદરાના નંદેશરી વિસ્તારમાં ટ્રક પલ્ટી જતા ઓઇલ પેઈન્ટના ડબ્બાની ઉઠાંતરી
વડોદરા:નંદેશરી વિસ્તારમાંથી કલરના ડબ્બાઓની ડીલીવરી આપવા નીકળેલી ટ્રક વડોદરા નજીક પલટી જતા લોકો ટ્રકમાંથી ડબ્બાઓ ઉઠાવી ગયા હતા.
ગઈ તારીખ બીજી જૂના રોજ ટ્રક પલટી જતા લોકો ટ્રકમાંથી ડબ્બાઓ ઉઠાવી ગયા હતા. આ અંગે ટ્રકના ડ્રાઇવરે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ટ્રક પલટી જતા અંદરથી હું બચીને બહાર નીકળી ગયો હતો અને શેઠને જાણ કરવા ગયો તે દરમિયાન કેટલાક લોકો રૂપિયા 1.63 લાખની કિંમતના કલરના 40 નંગ ડબ્બાઓ ઉઠાવી ગયા હતા.
(5:24 pm IST)