ગુજરાત
News of Thursday, 13th June 2019

કોઇ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે : વાવઝાડાને લઇને નરેન્દ્રભાઇ મોદીએ વિજયભાઇ રૂપાણી સાથે વાત કરી

ગાંધીનગર, તા. ૧૩ : વાયુ વાવઝોડાને કારણે ગુજરાત તંત્ર સતર્ક બન્યું છે. ગમે ત્યારે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતના હાલ જાણ્યા હતા. તો સાથે જ કોઇપણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે હોવાની સાંત્વના પણ આપી હતી.

પીએમ મોદી આજે બિશ્કેક સંમેલનમાં હાજરી પુરાવા પહોંચ્યા છે. ત્યાં તેઓ બિશ્કેક સંમેલનમાં પહોચે તે પહેલા જ મોદીએ રાજયના મુખ્યપ્રધાન રૂપાણી સાથે ટેલિફોનીક વાતચિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના વતન રાજય ગુજરાતની સંભવિત કુદરતી આપદા પ્રત્યેની ચિંતા-સંવેદના વ્યકત કરી હતી. લ્ઘ્બ્ સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાની સાથે જ વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજયમાં આવી રહેલા સંભવિત વાયુ વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી.

(4:01 pm IST)