ગુજરાત
News of Thursday, 13th June 2019

૨૪ કલાકમાં ૧૦૮ તાલુકામાં ઝાપટાથી ૨ ઈંચ વરસાદ : પાટણમાં સૌથી વધુ : જયંત સરકાર

દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 'વાયુ'ને લીધે પરંતુ ઉ.ગુજ.માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસાદ પડ્યો : ૩ દિવસ સુધી વરસાદી દોર ચાલુ રહેશે

ગાંધીનગર, તા. ૧૩ : આજે સવારે ૮:૩૦ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૦૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ ખાતે સૌથી વધુ ૨ ઈંચ (૪૫ મીમી) વરસાદ નોંધાયો છે.

હવામાન ખાતાના ડાયરેકટર જયંત સરકારના જણાવ્યા મુજબ હજુ ૩ દિવસમાં વધુ વરસાદના રાઉન્ડ આવવાની શકયતા છે. તેમણે વધુમાં જણાવેલ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના વિસ્તારોમાં 'વાયુ' વાવાઝોડાના કારણે વરસાદ પડી રહ્યો છે પણ ઉત્તરી ભાગમાં તેની અસર નથી. ઉત્તરી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી રહ્યાનું અંતમાં જણાવેલ.

(3:54 pm IST)