News of Thursday, 13th June 2019
અમદાવાદના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ ભભૂકી :અનેક લોકો ફસાયા :ફાયર ફાયટર દ્વારા રેસ્ક્યુ શરુ
પાંચ ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ પહોંચી :અનેક લોકો ફસાયા: બચવા માટે ધાબા પર દોડી ગયા
અમદાવાદના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટના કોમ્પ્લેક્સના ભોંયરામાં આવેલા મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી છે. જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
આગ લાગતા ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હોવાથી 100 જેટલા આઈટી પ્રોફેશનલ ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે ઘણા લોકો ધાબા પર જતાં રહ્યાં હોવાથી આગથી બચી ગયા હતા. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બે મોટી સીડી અને દોરડાની મદદ લેવામાં આવી હતી.
સીડીની મદદથી અત્યાર સુધીમાં કુલ 20 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ચોથામાળ સુધી ધુમાડો ફેલાયો હોવાથી ધુમાડો કાઢવા કાચ તોડવામાં આવ્યા હતા.
(7:02 pm IST)