ગુજરાત
News of Thursday, 13th June 2019

નવસારીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો : કાંઠા વિસ્તારના ગામોમાં પવનનો વેગ વધ્યો.

બોરસી માછીવાડ દીવાદાંડી ગામોમાં ભારે પવન ફૂંકાયો

ગુજરાત પર વાયુ વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.  નવસારીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો.છે  કાંઠા વિસ્તારના ગામોમાં પવનનો વેગ વધ્યો.છે  બોરસી માછીવાડ દીવાદાંડી ગામોમાં ભારે પવન ફૂંકાઈ રહયો છે 

(6:29 pm IST)