ગુજરાત
News of Thursday, 13th June 2019

સોમવાર સુધી વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે

અમદાવાદઃ આજે મધ્યરાત્રીએ ૩ વાગ્યે વાયુ વાવાઝોડુ ગુજરાતના માથા પર ત્રાટકશે. ગુજરાતના દરીયાઇ કાંઠા પર તેની સૌથી વધુ અસર જોવા મળશે. ૧પ૦ કિ.મી. પ્રતિ કલાકની  સ્પીડે ગુજરાત તરફ આગળ ધપી રહેલું વાવાઝોડું કાંઠા વિસ્તારોમાં કેટલો વિનાશ નોંતરશે તે તો આવતીકાલે જ માલુમ પડશે. આ વાવાઝોડાની અસર ૧૪ જુને ઓછી  થઇ જશે. પરંતુ તમને નહી ખબર હોય કે સોમવાર સુધી વાયુ વાવાઝોડુ ગુજરાતના લોકોના શ્વાસ અધ્ધર કરશે.

માહીતી અનુસાર, વાયુ વાવાઝોડુ સતત ગુજરાતના વેરાવળ કાંઠા તરફ આગળ વધી રહયું છે. ૧૩ જુનના રોજ વાવાઝોડુ વેરાવળ પાસે દેખાઇ રહયું છે. ૧પ જુનના રોજ ગુજરાતના દરીયાથી થોડુ દુર ખસતુ નજર આવી રહયું છે. તો છેક ૧૬ જુને વહેલી સવારે વાવાઝોડુ દરીયાથી વધુ દુર હશે અને ૧૬ જુને રાત્રે આ વાવાઝોડુ દરીયામાં સમાઇ જશે.

પિકચરમાં દેખાતા સાઇકલોનના કલર પાછળ પણ થિયરી છે. સાકઇલોનમાં બતાવેલો બ્રાઉન સાઇકલોન સ્ટ્રોંગ હોવાનું સુચવે છે જેમ જેમ આ કલર ઓછો થતો જાય તેમ તેમ તેની અસર ડાઉન થતી હોય તેવું બતાવે છે. તો ઇમેજમાં બતાવાયેલો બ્લ્યુ કલર તાપમાન સુચવે છે જેનો મતલબ કે તાપમાન એકદમ ઠંડુગાર છે જે માઇનસમાં હોય છે. ઇમેજમાં જો બ્લ્યુ કલર વધુ અને બ્રાઉન કલર ઓછો દેખાય તો સમજવું કે સાઇકલોનની તીવ્રતા ઓછી થઇ હોય પણ આ વિસ્તારોમાં વરસાદ પડશે.

સાઇકલોન દરીયામાં હોય તો સ્પીડ અને ઇફેકટીવ સ્ટ્રોંગ હોય છે. પણ જેમ જેમ તે કિનારે આવેી જાય અથવા કિનારાના વિસ્તારોમાં અથડાય તો કેપીસીટી ડાઉન થાય કાંઠે અથડાયા બાદ તેની તીવ્રતા ઓછી થઇ જાય છે. આમ અહી બતાવેલી ચાર ઇમેજમાં સાઇકલોનની અસર ૧૩ થી ૧૬ જુન સુધી કેવી રહેશે તે બતાવવામાં આવ્યું છે.

જુનના રોજ અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે વાયુ વાવાઝોડામાં આઇ ફોરમેશન સર્જાતા નકકી થઇ ગયું હતું કે આ વાવાઝોડુ નિશ્ચિતપણે ગુજરાતના દરીયા કાંઠે ત્રાટકશે અને તેની તીવ્રતા પણ  કલાકના ૧૬૦ કિ.મી. સુધીની ઝડપે ફુંકાતા પવનની રહેશે.  જે સરેરાશ  ૩૦-૬પ કી.મી. (ર૦-૪૦ માઇલ)નો પરીૅઘ ધરાવતો રહે છે તેની ફરતે આઇવોલ એટલે કે આંખ જેવી રચના ધરાવતી ટાવરીંગ ગાજવીજની વીંટી જેવી ગોળ રચના હોય છે આ જ એ વિસ્તાર છે જયાં સૌથી ખરાબ હવામાન અને સર્વોચ્ચ ગતિના પવનનું સર્જન થાય છે.

(6:14 pm IST)