ગુજરાત
News of Wednesday, 12th June 2019

કપડવંજના અંત્રોલી ગામે અગમ્ય કારણોસર દંપતીને માર મારનાર ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ: તાલુકાના આંત્રોલી ગામની સીમમાં રહેતાં પ્રતાપભાઈ છગનભાઈ પરમાર ગત શનિવારના રોજ ગામમાં આવેલ દૂધની ડેરીમાં દૂધ ભરવા જઈ રહ્યાં હતાં. તે વખતે ગામમાં જ રહેતાં જયંતિભાઈ ભીખાભાઈ પરમારે પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવી રોડ પર જઈ રહેલ પ્રતાપભાઈની નજીકથી બાઈક કાઢતાં તેઓ પડી ગયાં હતાં. 

જેથી આ બાબતને લઈ પ્રતાપભાઈના ભાઈ દિપકભાઈ છગનભાઈ પરમાર અને ભાભી અમૃતાબેન ઠપકો આપવા માટે જયંતિભાઈના ઘરે ગયાં હતાં. જ્યાં ઉશ્કેરાઈ ગયેલા જયંતિભાઈ ભીખાભાઈ પરમાર, ગોપાલભાઈ કાળાભાઈ પરમાર, કીરીટભાઈ રણછોડભાઈ પરમાર અને બોડાભાઈ રણછોડભાઈ પરમારે ભેગા મળી ઠપકો આપવા ગયેલ દિપકભાઈ એને તેમની પત્નિ અમૃતાબેન પર હુમલો કરી મારમારી ઈજા પહોંચાડી હતી. 

(5:36 pm IST)