ગુજરાત
News of Wednesday, 12th June 2019

નડિયાદ: ઓવરલોડ ડમ્પર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા પાર્ક કરેલ કાર સાથે અથડાતા કારનો ખુડદો બોલ્યો

ખેડા: જિલ્લા સહિત નડિયાદ શહેરમાં ઓવરલોડ ભરેલા ડમ્પર ચાલકોનો ત્રાસ વધી ગયો છે. માતેલા સાઢની જેમ રસ્તા પર બેફામ દોડાદોડ કરતા આ ડમ્પર ચાલકો ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે વ્યક્તિ માટે યમદુત બની રહ્યા છે. નડિયાદના મિશન રોડ પર આજે બપોરના સમયે એક ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર સીધુ રસ્તાની બાજુમાં પાર્ક કરેલ કાર સાથે જઇ અથડાયુ હતુ. સમગ્ર ઘટનામાં સારી બાબત એ રહી કે કારમાં કોઇ વ્યક્તિ બેઠેલ ન હતુ, જેના કારણે મોટી જાનહાની થતા રહી ગઇ હતી. મહત્વની વાત છે કે અકસ્માત સમયે કોઇ વ્યક્તિ કારમાં બેઠેલ ન હતુ. નહીતો આટલા ગંભીર અકસ્માતને પગલે મોટી જાનહાની થવાની સક્યતા હતા. જોકે ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો કે પછી તેને જોકુ આવી ગયું. આખરે અકસ્માત બન્યો કેવી રીતે તે બાબતે કઇ જ જાણવા મળી સક્યું નથી. હાલ પોલીસ ફરાર થઇ ગયેલા ડમ્પર ચાલકને શોધી રહી છે. જેના મળ્યા બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી સકાશે.

(5:34 pm IST)