ગુજરાત
News of Wednesday, 12th June 2019

'વેટ'ના પેન્ડિંગ કેસમાં બેન્ક ગેરંટી ફરજિયાત બનતાં વેપારીઓ પરેશાન

જુન ર૦૧૭ પહેલાના કેસોની પતાવટ માટે મૌખિક સુચના : બેંકમાં એફડી કરી દેવાથી વર્કિંગ કેપિટલ, હાથ પર રોકડ માટે સર્જાતી હાલાકી

 અમદાવાદ, તા. ૧ર : રાજય વાણિજિયક વેરા વિભાગ દ્વારા તા. ૩૦ જૂન, ૨૦૧૭ પહેલાંના વેટના કાયદા અંતર્ગત અપીલ અને એન્ફોર્સમેન્ટ કેસોમાં અનુક્રમે ૨૦ ટકા અને ૨૫ ટકા રકમ ભરપાઈ કરાવ્યા પછી બાકીની રકમ માટે બેંક ગેરંટી આપવાની ફરજ પાડતી નોટિસ અપાઈ છે અને અપીલ કેસોમાં અપાયેલો સ્ટે રદ કરવાની ચીમકી અપાતાં વેપારીઓ પરેશાન થઈ ગયા છે. આ પ્રકારે અંદાજિત ડીમાન્ડની ૮૦ ટકા અથવા ૭૫ ટકા રકમની બેંક ગેરેંટી આપવા માટે વેપારીઓએ બેંકમાં ફિકસ ડીપોઝીટ રાખવી પડે અને તેના કારણે તેમની ર્વિંકગ કેપિટલ સલવાઈ જાય અને હાથ પર રોકડ રકમ ન રહેવાથી સોથી મોટી સમસ્યા સર્જાય છે. તાજેતરમાં સ્ટેટ ય્જી્ કમિશનર દ્વારા આ પ્રકારે નોટિસો આપવા મૌખિક સૂચના આપી છે અને તેનું પાલન કરવા અપીલ અધિકારીને આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે.

વેટમાં તા.૩૦ જૂન, ૨૦૧૭ પહેલાંના વ્યવહારો અંગે એપેલેટ અને જોઈન્ટ કમિશનર સમક્ષ સંખ્યાબંધ અપીલ કેસો પેન્ડિંગ પડયા છે. વેટ દ્વારા ડીમાન્ડ કાઢવા કે અન્ય કારણોસર કરદાતા અપીલમાં જાય છે તેમજ દરોડા કે સર્વે કેસોમાં પણ ડીપાર્ટમેન્ટના એસેસમેન્ટ ઓર્ડર સામે પક્ષકારો અપીલમાં જાય છે. આ પ્રકારે અપીલ કેસોમાં અંદાજિત ટેકસની ૨૦ ટકા રકમ અને એન્ફોર્સમેન્ટના કેસોમાં ૨૫ ટકા રકમ વસૂલીને ડીપાર્ટમેન્ટ દ્વારા સ્ટે આપવામાં આવે છે અને બાકીની રકમ કેસનો ચૂકાદો આવે ત્યારે ભરપાઈ કરવાની હોય છે. વેટ વિભાગ દ્વારા ૨૦૧૬માં આ પ્રકારના કેસોમાં રકમ વસૂલીને બાકીની રકમ માટે બેંક ગેરેંટી માંગવામાં આવી હતી.

(5:30 pm IST)