ગુજરાત
News of Wednesday, 12th June 2019

દરિયા માં મોજા પણ 7 થી 8 ફુટ ઊંચા ઉછળવાની શક્યતા જોતાં રાત્રે પણ સંપૂર્ણ સતર્કતા થી કાર્યરત રહેવા જિલ્લા તંત્ર વાહકો ને સૂચના આપતા વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સંભવિત વાયુ વાવાઝોડા ની તિવ્રતા જોતા સૌરાષ્ટ્ર ના અસરગ્રસ્ત જિલ્લામાં દરિયાકાંઠા થી 10 કી.મી ના વિસ્તારમાં કાચા મકાનો અર્ધપાકા ને પાકા મકાનો સહિત નિચાણ વાળા વિસ્તાર ના  તમામ લોકો નું ફરજીયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા જિલ્લા કલેક્ટરો ને સ્પષ્ટ સૂચના આપી છે

તેમણે આ તમામ જિલ્લામાં લોકો ના સલામત સ્થળે શિફટીંગ ને ટોચ અગ્રતા આપવા સૂચનાઓ કરી હતી અને આજે બપોરે 3 વાગ્યા સુધી માં આ કાર્યવાહી પૂર્ણ કરવા તાકીદ કરી છે

તેમણે કહ્યું કે મોટા ભાગે આજે મધ્ય રાત્રી એ આ વાયુ વાવાઝોડું ગુજરાત ના સમુદ્ર કાંઠે કલાક ના 120 કી.મી ની પવન ગતિ સાથે ત્રાટકશે જેની ગતિ 155 કી.મી સુધી જવાની સંભાવના છે તેમજ દરિયા માં મોજા પણ 7 થી 8 ફુટ ઊંચા ઉછળવાની શક્યતા જોતાં રાત્રે પણ સંપૂર્ણ સતર્કતા થી કાર્યરત રહેવા સૂચના જિલ્લા તંત્ર વાહકો ને આપી હતી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એ સૌરાષ્ટ્ર ના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં જરૂર જણાયે કડક  હાથે કામ લઈને પણ શિફટીંગ માટે ખાસ સૂચનાઓ આપતા કહ્યું કે ઓછામાં ઓછું જાન માલ ને નુકશાન થાય એ રીતે ઝીરો ટોલરન્સ થી આ આપદા સામે આપણે પુરુષાર્થ કરવાનો છે

મુખ્ય મંત્રી એ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માંથી વીડિયો કોન્ફરન્સ માધ્યમ થી જિલ્લાઓ સાથે યોજેલી આ આપાત કાલીન બેઠક માં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ ડો જે એન સિંહ સહિત વરિષ્ઠ સચિવો જોડાયા.

(1:51 pm IST)