ગુજરાત
News of Wednesday, 12th June 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી : વાવાઝોડુ 'વાયુ' મધરાત્રે ત્રાટકશે ત્યારે વિજળી ગુલ થઈ જશે : આપણા માટે વાવાઝોડાની તીવ્રતા ચિંતાનો વિષય છે : લોકોને સહયોગ આપવા અપીલ કરી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અત્યારે ૧:૧૫ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી  જણાવ્યુ છે કે, વાવાઝોડુ 'વાયુ' મધરાત્રે ત્રાટકશે ત્યારે વિજળી ગુલ થઈ જશે : આપણા માટે વાવાઝોડાની તીવ્રતા ચિંતાનો વિષય છે : લોકોને સહયોગ આપવા અપીલ કરી છે : તેઓએ જણાવેલ કે, દરિયાના મોજાં એટલા ઉછળશે કે આસપાસના ગામોમાં પણ પાણી ભરાઈ જવાની શકયતા છે : મોડી રાતનો સમય છે એટલે ગંભીરતા છે : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧.૩૦ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યુ છે : આજે સાંજથી જ ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જશે : સરકાર દ્વારા તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ખડેપગે રહેશે : વાવાઝોડાની ઝડપ ઘટવાના બદલે વધી છે : વાવાઝોડુ ત્રાટકશે ત્યારે વિજળી ગુલ થાય તેવા હાલના અનુમાન છે : રાત્રીના સમયે ખાસ કરીને પશુઓને બાંધીને ન રાખવા : જે જગ્યાએ વાવાઝોડાની વધુ અસર થવાની છે તે જગ્યાએ બસ સેવા અને રેલ્વે સેવા પણ બંધ રાખવામાં આવશે : વધુ ને વધુ જાનહાનિ ન થાય એ આપણી સફળતા ગણાશે : લોકોને સલામત સ્થળે રહેવા અપીલ કરતાં વિજયભાઈએ જણાવ્યુ કે, તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી ચાલુ છે.

(3:00 pm IST)