ગુજરાત
News of Wednesday, 12th June 2019

નર્મદા જીલ્લાના દેડીયાપાડા-સાતબાર વચ્ચે ભયાનક પવન સાથે આંધી

વૃક્ષો-ઇલેકટ્રીક થાંભલાનો સોથ વળી ગયો

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગરકાંઠે આજે મોડી રાત પછી વાવાઝોડુ ફુંકાશે તે પૂર્વે ગઇકાલે બુધવારે સાંજે ૬ આસપાસ આહવા-ડાંગની પુર્વે પટીએ આવેલ દેડીયાપાડા-સાતબાર વચ્ચે દેડીયાપાડા-સેલંબા તાલુકા (ગુજરાતના છેવાડાનો તાલુકો) પ્રચંડ વાવાઝોડુ અને વરસાદ ફુંકાયાનું જાણવા મળે છે. રીટાયર્ડ એકઝી એન્જીશ્રી વસાવાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે વીજળી પડવાથી અને ગભરાટને લીધે ૨ મોત થયા છે. અમુક પટ્ટામાં આ વાવાઝોડાને લીધે દેડીયાપાડા-સાતબારા પટ્ટામાં ઝાડવાઓ - થાંભલા ઉખડી ગયાનું જાણવા મળે છે. ૩૦ મિનિટ સુધી પવનનું તોફાન રહયું હતુ.

(5:38 pm IST)