ગુજરાત
News of Wednesday, 13th June 2018

કાલથી ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ :22 અને 23મીએ શહેરી વિસ્તારોના બાળકોને શાળા પ્રવેશ કરાવાશે

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ સાબરકાંઠાના લાંબડિયામાં શાળા પ્રવેશોત્સવ કરાવશે

 

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં 14 અને 15 જૂને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે જયારે શહેરી વિસ્તારમાં 22 અને 23 જૂને શાળા પ્રવેશોત્સવનું આયોજન થયેલ છે . 

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે સાબરકાંઠા જિલ્લાના લાંબડીયા ગામની શાળામાં પ્રવેશોત્સવ કરાવશે.જયારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણા જિલ્લાના ગામોમાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે. આ વર્ષે 32780 પ્રાથમિક, 1123 સરકારી માધ્યમિક અને 5157 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાવાનો છે. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના તમામ મંત્રીઓ, બોર્ડ નિગમના અધિકારીઓ, આઈપીએસ, આઈએએસ, આઈએફએસના અધિકારીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાઈને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.

(1:08 am IST)