ગુજરાત
News of Wednesday, 13th June 2018

વિજયભાઈ રૂપાણીના રાજીનામાની સોશ્યલ મીડિયામાં ફરી તથ્યહીન જબરદસ્ત અફવા ફેલાઈ : સત્તાવાર સૂત્રોનો ઇન્કાર : ચોક્કસ તત્વોનો રાજકીય અરાજકતા ફેલાવવાનો મનસુબો ?

ગાંધીનગર : તાજેતરમાં થોડા દિવસોથી સોશ્યલ મીડિયામાં, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં રાજીનામાની જબરદસ્ત અફવાઓ ફેલાવાઈ રહી છે. જેના લીધે રાજ્યના રાજકીય માહોલમાં વિનકારણ ગરમાવો આવી ગયો છે.

સહુ પ્રથમ એવી અફવા ફેલાઈ હતી કે મુખ્યમંત્રી રૂપાણીથી નાખુશ થઈને કેન્દ્રીય મોવડી મંડળ તેમનું રાજીનામું લઈને કોઈ પાટીદારને મુખ્યમંત્રી તરીકે બેસાડશે, જે હાલના સમયમાં તદન ખોટું સાબીત થયું છે. 

તો હવે સોશ્યલ મીડિયામાં એવું ફેલાવાય રહ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ પોતેજ રાજીનામું આપી દેવાના છે. એક તબક્કે શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી પુરુષોત્તમ રૂપાલાજી ના નામો પણ નવા મુખ્યમંત્રી તરીકે ઉડાળાયા હતા, તો એ પહેલાં નિતિનભાઈનું નામ પણ ઉછાડાયું હતું. 

આ બાબતે  સત્તાવાર સુત્રોનો સમ્પર્ક કરતા જાણવા મળી રહ્યું છે કે આ અફવાઓ તદન પાયાવિહોણી અને ખોટી તથા કોઈ બદ ઈરાદાથી ફેલાવાઈ રહી છે. નામ નહીં આપવાની શરતે આ ભરોસાપાત્ર સુત્રોએ એમ પણ કહ્યું હતું કે "સોશ્યલ મીડિયા દ્વારા ફેલાવાય રહેલી આવી ખોટી અફવાઓ, ફક્ત ને ફક્ત રાજ્યમાં રાજકીય અસ્થિરતા અને રાજકીય અંધાધૂંધી  ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહી છે."

(7:54 pm IST)