ગુજરાત
News of Wednesday, 13th June 2018

કામરેજના માછીવાડમાં જામીન પર છૂટેલા ભાઈ સાથે ઝઘડો થતા હિંસક મારામારી

કામરેજ:ખાતે માછીવાડમાં રહેતા સ્કુલવાન ચાલક વિદેશી દારૃના ગુનામાં જામીન પર છુટી ઘરે આવતા ખુશી મનાવવા બારણાં ફટાકડા ફોડતા સામેના ઘરે રહેતા બે ભાઇ સાથે ઝઘડો થતાં સામસામે મારામારી અને ફરિયાદ થઇ છે. પોલીસે રાયોટીંગના ગુના નોંધી ૨૨ જણાની ધરપકડ કરી છે. કામરેજ માછીવાડ ખાતે સંજય કાંતિલાલ પટેલ (માછી) પરિવાર સાથે રહે છે અને સ્કૂલવાન ચલાવે છે. ગત તા. ૬-૬-૧૮ના રોજ ગણદેવી પોલીસ મથકે વિદેશી દારૃના ગુનામાં સંજય પટેલ ઝડપાયા હતા. જે ગતરોજ જામીન પર મુક્ત થઇ ઘરે આવ્યા હતા. સંજય પટેલના દિકરા મહેશ ફળિયાના અન્ય મિત્રો સાથે પિતા ઘરે પરત આવ્યા તેની ખુશીમાં ફટાકડા ફોડતા હતા ત્યારે સામેના ઘરે રહેતા ચિંતન વિજયભાઇ ભરૃચા નોકરી પરથી પોતાની બાઇક પર ઘરે આવ્યા હતા. ચિંતન ભરૃચા બાઇક પાર્ક કરી તે સમયે તેના પિતા વિજય ગીરધરભાઇ ભરૃચા (માછી) ઘરની બહાર નીકળતા સંજય પટેલ અને તેના પરિવારના લોકો પણ ઘરની બહાર આવતાં બંનેના પરિવાર તથા સંબંધીઓ વચ્ચે સામસામે કુહાડી, લોખંડના સળિયા અને લાકડા વડે સામસામે મારામારી હુમલો થતાં અનેકને ઇજા થતાં કામરેજ સરકારી દવાખાને તથા દીનબંધુ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા

(6:02 pm IST)