ગુજરાત
News of Wednesday, 13th June 2018

હિંમતનગરના મહાવીરનગરમાં પરિણીતાની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સાબરકાંઠા: જિલ્લાના મુખ્ય મથક હિમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે બે દિવસ પહેલા જાહેરમાર્ગ ઉપર શારીરિક છેડછાડ કરીને જેની આબરૃ લૂંટવાનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો. જો કે આવી હરકતથી નારાજ બનેલી પરિણીતાએ વિરોધ કરતાં આ શખ્સ ઉપરાંત તેના બે મિત્રોએ તેની સાથે ગાળાગાળી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. હિમતનગર 'એ' ડીવીઝન પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભાવેશ બાબુલાલ સુથાર સહિત ત્રણ શખ્સોના વિરૃધ્ધમાં ઈ.પી.કો. કલમ ૩૫૪ (એ) તથા ૩૨૩ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં પરિણીતાએ એવી રજુઆત કરી છે કે, આ બનાવ હિંમતનગરની ન્યુ એજ્યુકેશન સ્કૂલ નજીકના જાહેરમાર્ગ ઉપર ગત તા. ૧૦મીના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે બબન્યો હતો. જેમાં એક આરોપીએ પરિણીતાનો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક સાધ્યો હતો અને પરિણીતા સાથે વાતચીતનો દોર શરૃ કરીને તેના પતિને ગાળો ભાંડી હતી.
 

(6:00 pm IST)