ગુજરાત
News of Wednesday, 13th June 2018

કઠલાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસનેચકમો દઈ ભાગવા જતા ઝડપાયો

કઠલાલ:ની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. કઠલાલ પોલીસે આ આરોપીને પ્રાથમિક શાળા, ઈન્દિરાનગરી કઠલાલમાંથી ઝડપી પાડ્યો હતો.

કઠલાલ ઈન્દિરાનગરીમાં રહેતી સગીરાને ભગાડી જઈ પ્રકાશભાઈ ઉર્ફે પંકો લખાજી મારવાડીએ દુષ્કર્મ ગુજાર્યું હતુ. કઠલાલ પોલીસે સગીરાની માતાની ફરિયાદ આધારે કઠલાલ મારવાડી નગરમાં રહેતા પ્રકાશભાઈ મારવાડી તેમજ તેના પિતા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી પ્રકાશ મારવાડીની અટક કરી મેડિકલ ચેકઅપ માટે કઠલાલ સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. ત્યારે આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. આ અંગે કઠલાલ પોલીસે પ્રકાશ મારવાડી તેમજ પોલીસ બે કોન્સ્ટેબલો સામે ગુનો નોંધી ભાગી ગયેલ આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેમાં આ આરોપી કઠલાલ ઈન્દિરાનગરી કુમાર પ્રાથમિક શાળામાં છુપાયો હોવાની માહિતી મળી હતી જે આધારે કઠલાલ પોલીસે પોલીસ ટુકડીઓ બનાવી કુમાર પ્રાથમિક શાળાને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ભાગી ગયેલ આરોપી પ્રકાશ મારવાડી પ્રાથમિક શાળાના ધાબા ઉપર છુપાયો હતો. જે પોલીસને જોઈ ધાબા ઉપરથી કૂદીને નીચે પડી નાસવા જતા પોલીસે આરોપી પ્રકાશભાઈ ઉર્ફે પંકા લાખાની મારવાડીને ઝડપી પાડ્યો હતો.

(5:59 pm IST)