ગુજરાત
News of Wednesday, 13th June 2018

સુરતની સિવિલમાં સારવાર નહીં મળતી હોવાનું કહીને યુવકે શરીર પર બ્લેડના ઘા મારી વિરોધ નોંધાવ્યો

સારવાર લેવા આવેલ યુવકને ધક્કા મારીને બહાર મુકવાની સાથે સિક્યોરિટી ગાર્ડે માર મારતા યુવક ઉશ્કેરાયો

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે એક યુવકે સારવાર નહીં મળતી હોવાની બૂમરાણ મચાવી પોતાના શરીર ઉપર જ બ્લેડના ત્રણથી ચાર ઘા મારી વિરોધ નોંધાવ્યો હતો

  રાજુ સુરેશ સપકાળે (ઉ.વ. ૨૨ રહે. મીઠીખાડી રમાબાઈ ચોક) આજે સવારે સિવિલમાં તેના અસહ્ય પીડા આપતા ચામડીના રોગની સારવાર માટે આવ્યો હતો.જેને ઓ.પી.ડી.માંથી વોર્ડમાં મોકલાયો હતો અને ત્યાં તેની સાથે અણછાજતું વર્તન કરી ધક્કા મારીને બહાર કાઢી મૂકવાની સાથે તેને સિક્યોરિટી ગાર્ડ મારતા મારતા નીચે લઈ આવી હતી,

 આ દરમિયાન રોષે ભરાયેલા યુવકે કંટાળીને પોતાની જાતે જ છાતી, ગળા અને મોંઢાના ભાગે બ્લેડ મારી નારાજગી દર્શાવી હતી અને ટ્રોમા સેન્ટરમાં ગરબોનું કોઈ બેલી નહીં હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. આ સમગ્ર કવાયત દરમિયાન પોલીસ પણ હાજર હોય તેની પાસેથી બ્લેડ લઈ લેવાઈ હતી. જ્યારે યુવક તેને લાકડી વડે ફટકારનાર સિક્યોરિટીને ગાર્ડને શોધતો રહ્યો હતો.

યુવક નશેડો હોવાનું તેમજ ચરસી હોવાનું જણાતા બાદમાં સમજાવટ થકી તેને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ફરી ચામડીની દવા માટે મોકલી અપાયો હતો.

(1:37 pm IST)