મહેસાણામાં 16 વર્ષની કિશોરીનો ગળેફાસો ખાઈ આપઘાત
પિતા સાથે અગાઉ લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાએ ધમકી આપી હતી
મહેસાણામાં ૧૬ વર્ષની કિશોરીએ તેના પિતા સાથે અગાઉ લીવ ઇન રીલેશનશીપમાં રહેતી મહિલાએ આપેલી ધમકીઓને પગલે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવા પહેલા લખેલી સુસઈટ નોટમાં ચોકવનારા ખુલાસા કર્યા છે,
મહિલાએ કિશોરીને એસિડ છાંટી જિંદગી ખરાબ કરવા સુધીની ધમકીઓ આપતી હતી. તેના કારણે પગલું ભર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. થોડા સમય અગાઉ ડીસાની એક મહિલા સાથે કિશોરીના પિતા લીવ લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા. જો કે સંબંધો વધુ નહિ ટક્યા નહોતા. જો કે મહિલાએ પતિને રિલેશનશીપ કેમ તોડી નાખી તેવું કહીને રૂપિયા 25 લાખની માંગણી કરી હતી અને મહેસાણા છોડી દેવાની ધમકી પણ આપી હોવાનો મહિલા પર આરોપ છે. આ ધમકીઓથી આખરે કંટાળેલી કિશોરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.