ગુજરાત
News of Wednesday, 13th June 2018

અમદાવાદ : ઓઇલ ચોરીનું મોટું કૌભાન્ડ ઝડપાયું : ટેન્કરોમાંથી ઓઈલની ચોરીની પર્દાફાશ

નારોલના પીપળજ ગામ ખાતે ચાલતા ઓઇલ ચોરી કૌભાંડ30 લાખનું ઓઇલ અને ત્રણ ટેન્કર-એક બોલેરો સહીત 66 લાખનો મુદ્દમાલ જપ્ત

અમદાવાદ :નારોલના પીપળજ ગામમાં ઓઇલ ચોરીનું મોટું કૌભાન્ડ ઝડપાયું છે :ટેન્કરોમાંથી ઓઈલની ચોરીની પર્દાફાશ તહ્યો છે ખાતે ચાલતા ઓઇલ ચોરી કૌભાંડ પર ડીસીપીની બાતમીથી તેમની ઓફિસનો સ્ટાફ અને કે ડિવિઝનના સ્કવોર્ડે રેડ કરી હતી. પેટ્રોલ પંપો પર આવતા ટેન્કરો પીપીળજગામે આવેલા કરમણ જકસી ભરવાડની જગ્યા પર ટેન્કરો લઇને જતા હતા. આ ટેન્કરોમાંથી ૧૦૦થી ૧૫૦ લીટર ઓઇલ ચોરી કરવામાં આવતુ હતુ. જેની બાતમી ડીસીપી ઝોન-૬ને મળતા તેઓએ રેડ કરાવતા ગફાર નામના શખસનુ સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતુ. આ કૌભાંડમાં ૩૦ લાખ રુપિયાનુ ઓઇલ પકડાયુ હતુ અને ત્રણ ટેન્કરો એક બોલેરો સહિત ૬૬ લાખનો મુદ્દામાલ પકડાતા ચકચાર મચી ગઇ હતી. એસપી કે ડિવિઝનના સ્કવોર્ડે રેડ કરતા સ્થાનીક પોલીસ દોડતી થઇ ગઇ હતી.

  નારોલ પીપળજ ગામ ખાતે આવેલી કરમણ જકસીભાઇ ભરવાડની જગ્યા પર ગફાર નામનો કુખ્યાત આરોપી ઓઇલ ચોરી કૌભાંડ ચલાવતો હોવાની બાતમી ડીસીપી ઝોન-૬ને મળી હતી. ડીસીપી લાંબા સમયથી આ કૌભાંડ પર વોચ રખાવી હતી પરંતુ વારંવાર જગ્યા બદલતા હોવાથી આ કૌભાંડ પકડાતુ ન હતુ. દરમિયાનમાં ચોક્કસ બાતમી મળતા ડીસીપીએ પોતાની ઓફિસ અને કે ડિવિઝનના એસીપી સ્કવોર્ડેને આદેશ કરતા રેડ કરવામાં આવી હતી. જેમાં એક ટેન્કરમાંથી ઓઇલ કઢાતા પકડી પાડયા હતા. બીજી તરફ બે ટેન્કર તો ઓઇલ ગેરકાયદે કાઢવા માટે વેઇટીંગમાં ઉભા હતા.

  દરમિયાનમાં પોલીસે ત્રણ ટેન્કરો અને એક બોલેરો કબ્જે કરી હતી. જગ્યા પરથી પોલીસે ૩૦ લાખથી વધુની કિંમતનુ ઓઇલ પકડી પાડયુ હતુ. પોલીસે ઘટના સ્થળ પરથી કુલ ૬૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કૌભાંડ ચલાવનાર ગફારની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ ઓઇલ ટેન્કરોના માલિકો અને જે પેટ્રોલ પંપ પર ઓઇલ જતુ હતુ તેની તપાસ હાથ ધરી છે.

(12:00 am IST)