ગુજરાત
News of Thursday, 13th May 2021

રાજપીપળા ગાંધી ચોક પાસેથી ઇકો ગાડીમાં સાત માણસો બેસાડી જતા ચાલક સામે ગુનો નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એમ.વી. રોડ પાસે આવેલા ગાંધી ચોક પાસેથી પોલીસે ઇકો ગાડીમાં વધુ માણસો બેસાડી જનાર ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પીએસઆઇ આઈ. આર.દેસાઈએ વાહન ચર્કિંગ દરમ્યાન ગાંધી ચોક પાસેથી બુધવારે સાંજે ઇકો ગાડીમાં સાત માણસો બેસાડી જઈ જાહેરનામાનો ભંગ કરનાર રાકેશભાઈ ભીખાભાઈ વસાવા(રહે.વરખડ તા - નાંદોદ )ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(10:37 pm IST)