News of Thursday, 13th May 2021
તરોપા સ્કૂલ પાસે રિક્ષામાં સાત માણસો બેસાડી જનાર ચાલક વિરુદ્ધ આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન રિક્ષામાં વધુ માણસો બેસાડી જતા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે નાંદોદ તાલુકાના તરોપા ગામની સ્કૂલ પાસેથી પસાર થતા હર્ષદભાઇ પ્રેમચંદભાઇ વસાવા (રહે. તરોપા ખ્રિસ્ત્રી ફળિયા તા.નાંદોદ )ને પોતાના કબજાની પીયાગો રીક્ષા ગાડી નં.GJ.22.V.09486 માં સાતેક માણસો બેસાડી લાવી તા.12 મેંના બપોરે જાહેરમાં મળી આવી જીલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદાના જાહેરનામાનો ભંગ કરતા આમલેથા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે
(10:36 pm IST)