ગુજરાત
News of Thursday, 13th May 2021

સિવિલના તબીબી પ્રાધ્યાપકોએ કોવિડ કામગીરી બંધ કરી

સુરતમાં સાઇકલ રેલી કાઢી : સરકાર તેમની માગણી નહિ સ્વીકારે તો કોવિડ સાથે ઈમરજન્સી સર્વિસ બંધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી

સુરત,તા.૧૩ : ગુજરાત રાજ્યના તબીબો પ્રાધ્યાપકોની છેલ્લા સાત વર્ષથી પડતર માંગણીને લઈને રજુવાત બાદ પણ છેલ્લા એક અઠવાડિયાથી મંત્રના અને એક દિવસના ધરણા બાદ આજથી તબીબી  પ્રાધ્યાપકો નોન કોવિડ સર્વિસીસ બંધ કરીને આજે સાઇકલ રેલી કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે. જોકે, આગામી ૧૪ કલાકમાં સરકાર તેમની માંગણી નહિ સ્વીકારે તો આવતી કાલથી  કોવિડ સાથે ઇમરજમ્સી સર્વિસ બંધ કરી આંદોલાન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના સરકારી મેડિકલ કોલેજ ખાતે તબીબી  પ્રાધ્યાપકો  પગાર સહિતના પડતર પ્રશ્નો અંગે સુરત સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો હડતાળનું રણશીંગુ આજથી ફુંકીયું છે. જોકે, આ પ્રશનોને લઈને છેલ્લા સાત વર્ષથી કરવામાં આવતી રજુવાત બાદ પણ સરકાર તેમની માંગણી નહિ સ્વીકારતી હોવાને લઇને કોરોના કાળમાં જો હડતાલ કરવા આવે તો નુકસાન દર્દીને થતું હોવાને લઈને છેલ્લા સાત દિવસથી સરકાર સામે મંત્રણા કરવામાં આવી રહી છે.

જોકે, સરકારની આંખ ઉગાડવા માટે થોડા દિવસ પહેલા તબીબી પ્રાધ્યાપકો એક દિવસના ધારણા સાથે ઉપવાસ આંદોલન કરી સરકારને ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા આજથી સુરત મેડિકલ કોલેજના તબીબ  પ્રાધ્યાપકો દ્વારા એક સાઇકલ રેલી કાઢીને નોન કોવિડની કામગીરી બંધ કરી નાખવામાં આવી છે. 

જોકે આગામી ૨૪ કલાકમાં સરકાર તેમની માંગણી નહિ સ્વીકારેતો આવતી કાલથી કોવિડ સાથે ઈમરજણસી સર્વિસ બંધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેથી દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાળ પાડી પોતાની માગણીઓ મંજુર કરાવવામાં સફળ થયા છે. ત્યારે તબીબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વભાવ અને સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી. જેના કારણે તબીબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે ગુજરાતના તમામ કોરોના સામે લડનાર તબીબી શિક્ષકો આખરે વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતારવા મજબુર બન્યા છે.

તબીબોએ કેટલીક માગણીઓ કરી છે, જે પૈકી તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા નિયમિત કરવામાં આવે. એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે, રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલી સેવા નીયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે, એજ સ્થાયી ઠરાવથી આદેશ કરવામાં આવે.

(9:08 pm IST)