ગુજરાત
News of Thursday, 13th May 2021

માલપુર તાલુકાના ધોળેશ્વર ગામના પાટિયા પાસે પસાર થઇ રહેલ બાઈક રોંગ સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

માલપુર:તાલુકાના ધોલેશ્વર ગામના પાટીયા પાસે પસાર થઈ રહેલ બાઈક ચાલકે સ્ટેયરીંગ પર થી કાબુ ગુમાવી દેતાં રોડ સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો.

અમદાવાદથી રાજસ્થાનના પાદરા વતનમાં જવા માટે મોટર સાયકલ લઈ અરવિંદભાઈ મનાત અને પુષ્પાબેન નીકળ્યા હતા.જેઓ માલપુરના ધોલેશ્વર ગામ પાસેથી પસાર થઈ રહયા હતા.ત્યારે બાઈકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા મોટર સાયકલના સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડની રોંગ સાઈડમાં આવેલ ઝાડ સાથે અથડાઈ હતી.જેથી ચાલક અને સવાર બંને નીચે પટકાયા હતા.જેમાં ચાલક અરવિંદભાઈ મનાત ને મોઢાના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતું.જયારે બાઈક પાછળ બેસેલ પુષ્પાબેન ને જમણા પગે ફ્રેકચર થતાં તાબડતોડ સારવાર અર્થે ખસેડાયા હતા.

ચાલકે સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનું મોત નીપજયું હતું.આ બનાવ અંગે નાનુભાઈ સોમાભાઈ મનાત (રહે.પાદરાતા.સીમલવાડા,રાજસ્થાન)નાઓએ માલપુર પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:24 pm IST)