ગુજરાત
News of Thursday, 13th May 2021

સુરતના લાલગેટ વિસ્તારમાં મનપાની નર્સને ફોન કરી ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીની ઓળખ આપી ગઠિયો 7.16 લાખ પડાવી ગયો......છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતા મહાનગરપાલિકાના નર્સને દશ વર્ષ અગાઉ ફોન કરી પોતાની ઓળખ રીલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકે આપી ગઠીયાએ તમારો નંબર લક્કી ડ્રો માં લાગ્યો છે, રૂ.15 હજારની બે પોલીસી ઉતારશો તો રૂ.30 લાખ મળશે કહી બે પોલીસી ઉતરાવી હતી. બાદમાં રૂ.30 લાખ અપાવવાના બહાને ઠગ ટોળકીએ ટુકડે ટુકડે અલગ અલગ ચાર્જના નામે કુલ રૂ.7.16 લાખ પડાવતા છેવટે નર્સે લાલગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરીયાળી બજાર પોલીસ ચોકીની ગલીમાં અફરા પેલેસ ફ્લેટ નં.101 માં રહેતા 43 વર્ષીય નસીમબાનુ યુસુફભાઈ રંગરેજ છેલ્લા 20 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં નર્સ તરીકે નોકરી કરે છે. હાલ ડિંંડોલી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા. નસીમબાનુને 10 વર્ષ અગાઉ જાન્યુઆરી 2011 માં ઈમરાન પટેલ નામના વ્યકિતઍ ફોન કરી પોતાની ઓળખ રીલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી. ઇમરાને તમારો નંબર લક્કી ડ્રો માં લાગ્યો છે અને કંપનીની પોલીસીની ખાસ સ્કીમમાં તમારા પરિવારમાં કોઈ પણ બે સભ્યોના નામે વ્યકિત દીઠ રૂ.15 હજાર પ્રીમિયમ ભરશો તો પોલીસીના અંતે રૂ.30 લાખ મળશે તેમ કહેતા નસીમબાનુએ ઈમરાનના કહ્યા મુજબ અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસેશેરબ્રોકરની ઓફિસમાં ડોક્યુમેન્ટ જમા કરાવી પોતાના નામે અને પતિના નામે બે પોલીસી લઈ રૂ.30 હજાર પ્રીમિયમ ભર્યું હતું.

(5:20 pm IST)