ગુજરાત
News of Thursday, 13th May 2021

કોરોના આપી શકે છે ડાયાબીટીશની ભેટ

ઘણા કેસમાં સંક્રમણના કારણે પેન્ફ્રીયાસને અસરઃ સ્ટીરોઇડ આપતાની સાથે જ સુગરલેવલ એકદમ વધી જાય છે

સુરતઃ કોરોના સંક્રમણ લોકોની થોડીક બેદરકારી મોટી તકલીફનું કારણ બની શકે છે. ઘણા કેસમાં કોરોના પેન્ફ્રીયાસને નુકશાન પહોંચાડી રહયો છે. તેનાથી શરીરમાં ઇન્સ્યુલીન બનવાની પ્રક્રિયાને અસર થાય છે અને કોરોનાના ઇલાજ માટે સ્ટીરોઇડ આપતા જ સુગર લેવલ વધારી દે છે. મેડીકલ સાયન્ટીસ્ટઆની અસરને સમજવા માટે ડીટેઇલ રીસર્ચની જરૂર હોવાનું જણાવી રહયા છે.

સુરત મનપા સંચાલીત સ્મીમેર મેડીકલ કોલેેજના મેડીકલ સ્ટાફનું માનવુ છે કે કોરોના મર્યા પછી મોટાભાગના લોકોને પોસ્ટ કોવિદ ઇફેકટસ સામે લડવુ પડે છે. ઘણાં લોકોના હાડકા નબળા પડી જાય છે તો ઘણા લોકોને અન્ય તકલીફો થાય છે. કોરોના પછી મ્યુમોરમાઇસીસે લોકોને કોરોના કરતા પણ મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે. ડોકટરોને પણ નથી સમજાતુ કે આનાથી કેવી રીતે બચવું.

આ ઉપરાંત શરીરમાંથી વિદાય લેનાર કોરોના છાનોમાનો ડાયાબીટીસ જેવી બિમારી ભેટ આપતો જાય છે. જયાં સુધીમાં તેની ખબર પડે, બહુ મોટુ થઇ ગયુ હોય છે. ડોકટરો અનુસાર ઘણા કેસમાંએ જોવા મળી રહયું છે કે કોરોના સંક્રમણનો માર પેન્ફ્રીયાઝ પર પડે છેે અને તેના લીધે ઇન્સ્યુલીન બનવાની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. પેન્ફ્રીયાસના ડીસ્ટર્બન્સને આવુ કરવુ સહેલુ નથી એટલે કોરોનાથી સાજા થયેલ વ્યકિતને ડાયાબીટીસ થવાની શકયતા વધી જાય છે.

(3:35 pm IST)