ગુજરાત
News of Thursday, 13th May 2021

સાગબારા તાલુકાની ઘટના : દબાણને વશ માતા પિતાએ મોકલેલ સગીરાને છોડાવતી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક ત્રાહિત વ્યક્તિનો અભયમ 181મહિલા હેલ્પલાઇનમા કોલ આવેલ કે એક સગીરાને તેની ઈચ્છા વિરુદ્ધ તેના માતા પિતાએ મહારાષ્ટ્રમા મોકલી આપેલ છે જેને મદદ કરવા અપીલ કરતા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી સગીરાને સાગબારા પોલીસ સ્ટેશનમા સુપ્રત કરવામાં આવતા આગળ ની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે.

મળતી માહિતી મુજબ સાગબારા પાસેના એક ગામની 15 વર્ષ ની સગીરને તેના માતા પિતા એ લગ્ન કરવાનાં ઈરાદાથી મહારાષ્ટ્રમા મોકલી દેવામાં આવી હતી જ્યાં સગીરા સાથે મંગલ સૂત્ર પહેરાવી તેને દસ દિવસ પત્ની ના જેમ રાખવામાં આવેલ, સગીરા એ પોતાના માતા પિતા ને કોલ કરી તેની સાથે બળજબરી કરવામાં આવી રહી છે તેમ જણાવતા તેમણે કહેલ કે હવે તારે ત્યાં જ રહેવાનું છે જેથી મુંઝાયેલ સગીરાએ તેના માસીને કોલ કરી પોતાની વ્યથા જણાવી હતી જેથી સગીરાના માસી એ અભયમ 181મહિલા હેલ્પલાઇનમા સગીરાને છોડાવવા વિનંતિ કરતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન ફક્ત ગુજરાત રાજ્ય પૂરતો કાર્યક્ષેત્ર હોવાથી મહારાષ્ટ્ર મા જઈ શકાય તેમ ના હોવાથી મુશ્કેલી હતી પરંતુ સગીરા અને તેના માસીને ફોન કરી સાંત્વના આપી હિમ્મત પુરી પાડી અને સગીરા ને ગુજરાત ની હદ શરૂ થાય ત્યાં સુધી બાઈક પર લાવવામાં આવેલ ત્યારબાદ અભયમ રેસ્ક્યુ વાનમા સાગબારા પોલીસ સ્ટેશન મા લાવી ગુનાની ગંભીરતની રજુઆત પોલીસ સમક્ષ કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોતાને મદદ કરવા બદલ સગીરા અને તેના માસીએ અભયમ ટિમ નર્મદા નો આભાર માન્યો હતો.

(11:15 pm IST)