ગુજરાત
News of Thursday, 13th May 2021

રાજપીપળા મિત ગ્રુપના સદસ્યોએ આજરોજ ત્રણ દર્દીઓને બ્લડ ડોનેટ કરી નવજીવન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મિત ગ્રુપના સદસ્યો એ નર્મદા જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા ,સાગબારા તાલુકાના અલગ અલગ ગામોના દર્દીઓને અલગ અલગ ગ્રૂપનું લોહી આપી દરેકની જિંદગી બચાવવા મદદરૂપ થયા છે.
જેમાં સાગબારાના પુષ્પાબેન આકાશભાઈ  વસાવાને રાજપીપળા મિતગ્રુપના સદસ્ય રોનકભાઈ એ Ab+ બ્લડની સેવા આપી,નાંદોદ તાલુકાના નયનભાઇ નારણભાઈને રાજપીપળા સુયૉ હોસ્પિટલમાં ચાણોદ મિતગ્રુપના સદસ્ય નિલેશભાઇ માછી એ B- નેગેટીવ બ્લડની સેવા આપી તથા ડેડિયાપાડા તાલુકાના કુલદીપભાઈ દિલીપભાઈ વસાવાને ઝઘડીયા સેવરુરલ હોસ્પિટલમાં રાજપીપળા મિતગ્રુપના સદસ્ય આશિષ ભાઈ એ B+ બ્લડ ની સેવા આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આ દરેકની જિંદગી બચાવવા મદદ કરી હોય આવા અનેક દર્દીઓ ને મિત ગ્રુપે મદદરૂપ બની માનવતા દાખવતા દર્દીઓના પરિવારજનો એ આભાર વ્યક્ત કર્યો હતો.

(11:06 pm IST)