ગુજરાત
News of Wednesday, 13th May 2020

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કાર પર શ્વાન બેસતા યુવકે ક્રૂરતા પૂર્વક ફાયરિંગ કરી મોતનેઘાટ ઉતારી દેતા ચકચાર

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમા કાર ઉપર બેસતા કુતરાને એક યુવકે ક્રૂરતા પૂર્વક એર ગન ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધુ છે.

રાણીપમાં ગીતા એપાર્ટમેન્ટ ખાતે રહેતા યુવકની કાર ઉપર અવાર નવાર કુતરુ બેસી જતું હતું અને લિસોટા પાડીને કવર ફાડી કાઢ્યું હતું. યુવકે કુતરાને સબક શીખવાડવા માટે પોતાની પાસેની એરગનથી ફાયરિંગ કરીને કુતરાને મોતને ઘાટ ઉતારી દીધુ હતું.

બનાવ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:06 pm IST)