ડાંગ જિલ્લાના આહવામાં હવસખોરે મહિલા સહીત તેમના સંતાનો પર ચપ્પુના ઘા જીકી હત્યારનો પ્રયાસ કરતા અરેરાટી
ડાંગ:જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામનાં એક હવસખોરે પોતાનો મનસુબો પાર નહીં પડતાં ગામની જ મહિલા અને તેના પુત્ર-પુત્રીનાં ગળાનાં ભાગે ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. હાલમાં આ ત્રણેય ઈજાગ્રસ્તોને આહવાથી વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બોરખલ નજીકનાં એક ગામનાં માજી સરપંચનાં પુત્ર તુકારામભાઈ દેવરામભાઈ પવાર શનિવારે રાત્રીનાં ૧-૦૦ વાગ્યાના અરસામાં ગામમાં જ એક શખ્સના ઘરનાં પાછળનો દરવાજો ખોલી ઘુસી ગયો હતો. ઘર માલિક કામ કાજનાં અર્થે બહાર ગામ ગયા હોવાનાં પગલે શનિવારે રાત્રીનાં અરસામાં ઘરમાં તેની પત્ની (ઉ.વ.૩૯), પુત્ર (ઉ.વ.૧૫) અને પુત્રી મીઠી નિંદર માણી રહ્યા હતા.