ગુજરાત
News of Monday, 13th May 2019

સુરતમાં ટેક્સ્ટાઇલ્સમાં વેપારીએ ઉઠમણું કરી 24 વેપારીના 1.61 કરોડ લઇ ફરાર થઇ જતા ફરિયાદના આધારે તપાસ

સુરત: શહેરમાંટેક્સટાઈલ માર્કેટ બાદ બોમ્બે માર્કેટમાં પણ વેપારીએ ઉઠમણું કરીને ૨૪ વેપારીના ૧.૬૧ કરોડ લઈને ફરાર થઈ ગયા છે. બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવતાં પાંચ વેપારીઓએ જુદા-જુદા વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં માલ ખરીદી પૈસા આપવાના બદલે દુકાનને તાળા મારીને ફરાર થઈ જતાં ભોગ બનેલા વેપારીઓએ છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર  બોમ્બે માર્કેટમાં શુભમ ફેશન નામની દુકાન ધરાવતાં વેપારી ગુણાભાઈ જીવાભાઈ, રમેશ દુલાભાઈ, વિરભુમિ ફેશન નામની દુકાન ધરાવતાં શૈલેષ ટબાભાઈ કલસરીયા અને આસ્થા ક્રિએશનની દુકાન ઘરાવતાં મુકેશ કાળુ વાણીયાએ માર્કેટના ૨૪ જેટલા વેપારીઓ પાસે જુદી-જુદી કિંમતનો ૧.૬૧ કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો. માલ ખરીદીને પૈસા માટે વેપારીઓેને વાયદા કરવામા આવ્યા હતા પણ પૈસા આપવામા આવ્યા ન હતા. 

(5:37 pm IST)