ગુજરાત
News of Monday, 13th May 2019

ગરીબ, ચા વેંચતા અને ભીખ માંગતા મોદીજી પાસે ૧૯૮૭માં ડીઝીટલ કેમેરો!!

પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠેલ વ્યકિત ખોટુ બોલતા હોય દેશની બદનામી : શકિતસિંહ ગોહિલની ટવીટર પર સટાસટ્ટી

અમદાવાદ તા. ૧૩ :.. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બિહારના રાજયપ્રભારી ત્થા  પૂર્વ વિપક્ષી નેતા શકિતસિંહજી ગોહીલે ટવીટ કરીને પ્રધાન મંત્રીની ખુરશી બેઠેલ ઇન્સાન રોજ જૂઠ ઉપર જૂઠ બોલતા હોય આખા દેશની દુનિયામાં બદનામી થઇ રહી છે.

શકિતસિંહજીએ જણાવ્યુ છે કે મોદીજી પોતાને ખૂબ જ ગરીબ, ચા વેંચતા અને ભીખ માંગતા હતા તો પછી ૧૯૮૭ માં તેમની પાસે ડીઝીટલ કેમેરો કઇ રીતે હતો તેવો પ્રશ્ન કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ નેતા એ ટવીટ પર ઉપર મુજબની સટાસટ્ટી કરતા આ ટવીટે ભારે ચકચાર જગાવી છે.

(3:52 pm IST)