ગુજરાત
News of Monday, 13th May 2019

સુરતાનામાં દુકાનદારોને તંત્ર,મંત્રની બીક બતાવી પૈસા પડાવતા બે ઠગ સાધુઓ ઝડપાયા

સાધુઓએ 15 હજાર પડાવ્યા બાદ સાધુની કારનો પીછો કરીને લોકોએ ઝડપી લીધા

સુરતમાં દુકાનદાર પાસેથી પૈસા પડાવી લેનાર બે ઠગ સાધુઓને ઝડપી લેવામાં આવ્યા છે. સુરતના પલસાણાના કરણ ગામે સાધુ વેશમાં આવેલા બે ઇસમોએ એક યુવાન પાસેથી 15 હજાર પડાવી લીધા હતા. દુકાનમાં કારીગર એકલો જાણી કારીગરનો લાભ ઉઠાવ્યો હતો

    પહેલા દક્ષિણા માંગી પાછળથી ડરાવી ધમકાવીને તંત્ર મંત્રની બીક બતાવી પૈસા પડાવી લીધા હતા. બંને ઠગ સાધુઓને પૈસા મળી જતા ત્વરિત પોતાની કારમાં કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા. જો કે કારીગરે દુકાન મલિકને જાણ કરતા કારનો પીછો કરાયો હતો. અને ચલથાણ નજીક લોકોએ એકઠા થઇ કાર ઝડપી લીધી હતી. અને બંને ઠગ સાધુઓને પકડીને કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

(8:37 am IST)