ગુજરાત
News of Tuesday, 13th April 2021

ગુજરાતમાં લોકડાઉન નહીં :જરૂરિયાત મુજબ વેપારીઓ કામકાજના સમય નક્કી કરે છે : મુખ્યમંત્રીનું મોટું નિવેદન

ગાંધીનગર: રાજ્યમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એકવાર લોકડાઉનને લઈ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે. જરૂરિયાત મુજબ વેપારીઓએ સ્વયંભૂ કામકાજના સમય નક્કી કરી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગામડાઓમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. રાજ્યમાં હવે કોરોના સંક્રમણના કેસ 6 હજારને પાર પહોંચી ગયા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધુ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોનાની ચેઈન તોડવા 15 દિવસ માટે લોકડાઉન જરૂરી હોય તેવું નિવેદન AMAના પ્રમુખે આપ્યું હતું.

(6:57 pm IST)