ગુજરાત
News of Tuesday, 13th April 2021

વડોદરાની રાવપુરા કોઠી પોળ વિસ્તારમાં ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી પોલીસે 5 શખ્સોને ઝડપી પાડયા

વડોદરાઃ રાવપુરા કોઠી પોળ વિસ્તારમાં ગઇરાતે એક ઓફિસમાં દારૃની મહેફિલ ચાલી રહી હોવાની વિગતોના પગલે કારેલીબાગ પોલીસે દરોડો પાડી ઓફિસના સંચાલક સહિત પાંચ જણાને ઝડપી પાડયા હતા.

કોઠીપોળ ખાતે વિનોદભાઇના દવાખાના નજીક આવેલી હેમલ સાઉન્ડ એન્ડ લાઇટિંગ નામની ઓફિસમાં કેટલાક લોકો કરફ્યૂ દરમિયાન ભેગા મળીને દારૃની પાર્ટી કરી રહ્યા હોવાની વિગતોના પગલે કારેલીબાગના પીઆઇ આર જાડેજાએ ટીમ મોકલી હતી.

પોલીસ ઓફિસમાં પહોંચી ત્યારે પાંચ યુવકો દારૃનો નશો કરી રહ્યા હતા.પોલીસે દારૃની અડધી બોટલ,પાંચ ગ્લાસ અને નાસ્તાનું પેકેટ કબજે કરી પાંચેયની અટકાયત કરી હતી.

પોલીસે પકડેલાઓમાં () દારૃની પાર્ટી ઓફિસના સંચાલક હેમલ અશ્વિનભાઇ પટેલ (કોઠી પોળ,રાવપુરા) () અંકિત દિપકભાઇ રાવળ () કૃણાલ દિપકભાઇ રાવળ (બંને રહે. કુમેદાન ફળિયા,રાજમહેલ રોડ) () ઋત્વિક  મહેશભાઇ રાવળ અને () દિપેન અશોકભાઇ રાવળ (બંને રહે.કોઠી પોળ, રાવપુરા)નો સમાવેશ થાય છે.

(5:29 pm IST)