ગુજરાત
News of Tuesday, 13th April 2021

બહુ દિવસે મોકો મળ્યો છે, ઍક વખત તારી સાથે સુઇ જવા દે, જા તું મારૂ કહ્ના નહીં માને તો હું તને મારી નાખીશઃ અમદાવાદમાં પુત્રવધુને બાહુપાશમાં લઇને સસરાઍ અશ્લિલ હરકતો કરી

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં સબંધોને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પુત્રવધુએ પોતાના સસરા પર બાહુપાશમાં જકડી અડપલા કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ મહિલા પોલીસે પુત્રવધુની ફરિયાદના આધારે સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, સફાઈ કામદાર તરીકે નોકરી કરતો તેનો પતિ કામ પર ગયો હતો અને સાસુ સૂઈ રહ્યાં હતા. આ સમયે તે રસોડામાં કામ કરતી હતી, ત્યારે તેના સસરા રસોડામાં આવ્યા અને પાછળથી મને બાહુપાશમાં જકડી લીધી હતી.

મેં છોડવા માટે વિનંતી કરી તો તેઓએ જણાવ્યું કે, બહુ દિવસે મોકો મળ્યો છે અને એક વખત તારી સાથે સૂઈ જવા દે. જો તું મારું કહ્યું નહીં માને તો હું તને જાનથી મારી નાંખીશ. આખરે બચવા માટે મે બુમો પાડતા મારો 15 વર્ષનો પુત્ર આવતા સસરા મને છોડીને જતા રહ્યાં હતા.

જે બાદ મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી. હાલ મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સસરાના ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)