ગુજરાત
News of Tuesday, 13th April 2021

અમદાવાદ કલેકટર કચેરીમાં કોરોના વિસ્ફોટ : 18 કોરોનાના પોઝિટિવ કેસ આવતા ફફડાટ

15 નાયબ મામલતદાર અને 3 મહેસૂલી તલાટી કોરોના સંક્રમિત

અમદાવાદની કલેક્ટર કચેરીમાં કોરોના બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે. કલેક્ટર કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ સહિત કુલ 18 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 18 લોકોમાં 15 નાયબ મામલતદાર હોવાનું સામે આવ્યું છે અને 3 મહેસૂલી તલાટી છે. આ ઉપરાંત, અગાઉ 5 ક્લાર્ક પણ કોરોના સંક્રમિત થયા છે એટલે કલેક્ટર કચેરીમાં જ કોરોના બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(1:37 pm IST)